સાવરકુંડલા નગરપાલીકાનો વેરો ( પ્રોપર્ટી ટેકસ, શિક્ષણ ઉપકર, લાઈટ વેરો, સફાઈ વેરો, પાણી વેરો, ગટર વેરો ) ઓનલાઈન ભરવા માટે નીચે દર્શાવેલ QR CODE એચ.ડી.એફ.સી. ની પે-ઝેપ એપ્લીકેશન દવારા, ભીમ એપ. દવારા, ગુગલ પે દવારા, પેટીએમ દવારા, ફોન પે દવારા, મોબીકવીક દવારા, સ્કેન કરવાથી વેરો ઓનલાઈન ભરી શકાશે. ઓન લાઈન વેરો ભરવા માટે નીચે મુજબની બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે.
૧. ઉપરોકત કોઈપણ એપ. દવારા QR CODE સ્કેન કરવાથી આપના મોબાઈલ આવતા મેનુમાં ઉપરના ભાગમાં - - સાવરકુંડલા નગરપાલીકા -- UPI ID - 28151770@hdfcbank બતાવશે.
ર. ઉપર મુજબની વિગત ચેક કર્યા બાદ આપને મળેલ બીલમાં દર્શાવેલ રકમ એપ.ના એમાઉન્ટ ટેકસ બોકસમાં દાખલ કરવાની રહેશે.
૩. ઉપર મુજબ બીલ મુજબની રકમ એન્ટર કર્યા બાદ પ્રોસીડ બટન પર કલીક કરવાથી તમો જે એપનો ઉપયોગ કરતા હશો તેનો યુ.પી.આઈ. પીન માગશે. જે પીન નંબર એન્ટર કરવાથી આપના દવારા એન્ટર કરેલ રકમ આપના સબંધિત બેન્ક એકાઉન્ટ માથી કપાત કરવાની સુચના આવશે.
૪. જો આપ વેરો ક્રેડીટ / ડેબીટ કાર્ડ દવારા ભરવા માગતા હો તો પ્રોસીડ ટુ પે પ્રક્રિયા બાદ ક્રેડીટ / ડેબીટ કાર્ડ ઓપ્શન સીલેકટ કર્યા બાદ આપના મોબાઈલ પર એક ઓ.ટી.પી. મેસેજ આપની બેંક દવારા મોકલવામાં આવશે. જે ઓ.ટી.પી. નંબર દાખલ કર્યા બાદ પેમેન્ટ કરી શકાશે.
