સંક્ષિપ્ત પરિચય
સાવરકુંડલા એ ભારતના ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલ એક શહેર છે. જયા મ્યુનિસિપાલિટી વહીવટી તંત્ર કાર્યરત છે. સાવર અને કુંડલા બે જુદા જુદા શહેરો ભેગા મળીને તે એક ટ્વીન શહેર બન્યુ છે. સાવરકુંડલા શહેરની વસતી ( ર૦૧૧ ની વસતી ગણતરી મુજબ ) ૭૮૩૫૪ છે. આ શહેર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં દક્ષિણ પશ્ચિમ દિશામાં આવેલ અમરેલી - મહુવા રાજય ધોરીમાર્ગ સાથે જોડાયેલ છે. આ શહેરમાં પાંચ પ્રવેશ માર્ગો આવેલા છે. જે પૈકી પ્રથમ પ્રવેશ માર્ગ ઉત્તર દિશામાં આવેલ છે જે આ શહેરથી ૩ર કી.મી. દુર આવેલ જીલ્લા મથક અમરેલી સાથે જોડે છે. જયારે બીજુ પ્રવેશદવાર દક્ષિણ દિશામાં આવેલ છે. જે આ શહેરથી ૬૦ કી.મી. દુર આવેલા મહુવા શેહર સાથે જોડે છે. શહેરનો કુલ ગામતળ વિસ્તાર ૮ - ચો.કી.મી. છે. શહેરની કુલ વસતીના રપ ટકા લોકો ખેતી અને ખેતી આધારીત ધંધા સાથે, ૪૦ ટકા લોકો વેપાર સાથે, ર૦ ટકા લોકો ઉધ્યોગ સાથે તથા ૧૦ ટકા લોકો સરકારી નોકરી સાથે અને પ ટકા જેટલા લોકો પશુપાલન, મજુરી કામ જેવા અન્ય વ્યવસાયો સાથે જોડાયેલા છે.